બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / nhai created a pipeline of projects worth rs 8 lakh crore

મહાપ્લાન / 5 ટ્રિલિયન ડૉલર ઈકોનોમી તરફ સરકારનું મોટું પગલું, બની ગયું 8 લાખ કરોડનું આ લિસ્ટ

Mehul

Last Updated: 09:23 PM, 23 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવનારા 5 વર્ષમાં દેશને 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાની દિશામાં આગળ વધતા સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મહાપ્લાન તૈયાર કરી રહી છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ 8 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની લિસ્ટ બનાવ્યું છે. જેના પર આવતા 3 વર્ષમાં કામ શરૂ થઇ જશે.

  • 5 વર્ષમાં દેશને 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવા સરકારે બનાવ્યો મહાપ્લાન
  • NHAIએ 8 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની લિસ્ટ બનાવી
  • દેશને પાંચ વર્ષ સુધી વાર્ષિક 20 લાખ કરોડ રૂપિયાના રોકાણની જરૂર

નાણા મંત્રાલયે આ વર્ષે સપ્ટેમ્બરમાં એક હાઇલેવલ ટાસ્ક ફોર્સ બનાવવાની જાહેરાત કરી હતી. જે 2024-25 સુધી 100 કરોડ રૂપિયાના રોકાણ માટે પ્રોજેક્ટ્સની ઓળખ કરશે. નામ ન આપવાની શરતે એક સરકારી અધિકારીએ ઇટીને જણાવ્યું કે, અમે 7-8 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ તૈયાર કર્યા છે. આ પ્રસ્તાવ નાણા મંત્રાલય તરફથી બનાવેલ કમિટી સામે રાખવામાં આવશે. મોટાભાગના પ્રોજેક્ટ્સ ભારતમાલા ફેઝ-1થી છે. તેમા કેટલાક અન્ય સ્ટ્રેટેજિક પ્રોજેક્ટ્સ પણ છે જેમને સરકાર બનાવવા માંગે છે. 

ડિસેમ્બર સુધી સોંપવામાં આવશે ફાઇનલ રિપોર્ટ 

આ પ્રોજેક્ટ્સ ચાલૂ નાણાકીય વર્ષ અને નાણાકીય વર્ષ 2022ની વચ્ચે આપવામાં આવશે. આર્થિક મામલાના વિભાગના સચિવની આગેવાની વાળી કમિટી ઓક્ટોબરના અંત સુધી પાઇપલાઇનમાં રહેલા પ્રોજેક્ટ્સ પર એક રિપોર્ટ સોંપશે. 2021થી 25 માટેની રિપોર્ટ આ વર્ષે ડિસેમ્બર સુધી તૈયાર થઇ જશે. 

ઇપીસી મોડ પર બોલી

એનએચએઆઇ તરફથી ચિન્હિત પ્રોજેક્ટ્સનું મુલ્યાંકન હાલ રોડ અને પરિવહન મંત્રાલય કરી રહ્યું છે. જોકે, આ પ્રોજેક્ટ્સની બોલી એન્જિનિયરિંગ, કન્સ્ટ્ર્ક્શન, પ્રોક્યોરમેન્ટ (EPC) મોડના હેઠળ લાગશે, કેમકે બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT) આધાર માટે ખાનગી રોકાણકારોનું વલણ મંદ દેખાઇ રહ્યું છે. 

દર વર્ષે 20 લાખ કરોડ રોકાણની જરૂર

બજારના જાણકાર કહી રહ્યા છે કે એનએચએઆઇની વર્તમાન પાઇપલાઇન યોગ્ય છે, પરંતુ લક્ષ્યને હાંસલ કરવા માટે સરકારે રોકાણનો આકાર ખુબ જ વધારવો પડશે. ફીડબેક ઇન્ફ્રાના ચેરમેન વિનાયક ચેટર્જીએ કહ્યું કે આપણે આવતા પાંચ વર્ષ સુધી વાર્ષિક 20 લાખ કરોડ રૂપિયાના રોકાણની જરૂર છે. એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને કોન્સેપ્ટથી કમ્પ્લીટ થવામાં 5 વર્ષનો સમય લાગે છે. તેથી પરિયોજનાઓની દ્રશ્યતા એક વર્ષમાં લગભગ 80 લાખ કરોડ રૂપિયા સુધી હોવી જોઇએ. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Business News Business Update Infrastructure NHAI Projects In Pipeline ગુજરાતી ન્યૂઝ plan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ