સ્પોર્ટ્સ /
જીતવાનો હરખ મોંઘો પડ્યો! ન્યુઝીલેન્ડની ફૂટબોલરે પોતાની જ કોર્ટમાં ફટકારી દીધા 3 ગોલ, જાણો પછી શું થયું
Team VTV10:13 AM, 22 Feb 22
| Updated: 10:16 AM, 22 Feb 22
ફૂટબોલમાં એક મેચ એવી પણ રમાઈ, જેમાં ખેલાડીએ સરળતાથી વિપક્ષી ટીમને મોટી જીત અપાવી. જાણો વિગતવાર
અમેરિકા તથા ન્યુઝીલેન્ડ વચ્ચે મહિલા ફૂટબોલ મેચ
અમેરિકી ટીમે 5-0થી જીત મેળવી
મેકાયલાના આત્મઘાતી ગોલ દ્વારા મળી અમેરિકાને જીત
અમેરિકા તથા ન્યુઝીલેન્ડ વચ્ચે મહિલા ફૂટબોલ મેચ
રમત કોઈ પણ હોય, તેમાં ખેલાડી જી જાનથી પોતાની ટીમને જીત અપાવવાની કોશિશ કરે છે. જ્યારે વાત દેશની હોય ત્યારે મામલો અલગ જ થઇ જાય છે. પરંતુ ફૂટબોલમાં એક મેચ એવી પણ રમાઈ, જેમાં ખેલાડીએ સરળતાથી વિપક્ષી ટીમને મોટી જીત અપાવી. જોકે આ જાણીજોઈને કરવામાં આવ્યું ન હતું.
અમેરિકી ટીમે 5-0થી જીત મેળવી
આ ફૂટબોલ મેચ સોમવારે કેલિફોર્નીયાના કાર્સન શહેરમાં રમવામાં આવી હતી. મુકાબલો મેજબાન અમેરિકી અહિલા તથા ન્યુઝીલેન્ડની મહિલા ટીમ વચ્ચે હતો. મેચમાં અમેરિકી ટીમે 5-0થી જીત મેળવી.
આ મેચ દરમિયાન સૌથી મોટી બાબત એ રહી કે ડિફેન્ડર મેકાયલા મૂરેએ પોતાના જ પાલામાં ડાઘ પાડ્યા. મૂરે માટે આ મેચ કોઈ ખરાબ સપનાથી ઓછી નહિ હોય. આ SheBelieves Cup હેઠળની બીજી મેચ હતી.
New Zealand & Liverpool defender Meikayla Moore with the perfect hattrick of own goals against USA
મેકાયલાએ ત્રણ ગોલ પહેલા હાફના શરૂઆતની 40 મિનિટમાં જ ગુમાવી દીધા. આ ત્રણે મેચના પણ શરૂઆતી ગોલ રહ્યા હતા. એટલે કે પહેલા હાફમાં અમેરિકી ટીમે મેકાયલાના આત્મઘાતી ગોલને કારણે 3-0ની બઢત બનાવી લીધી.
ન્યુઝીલેન્ડ ટીમ આ ત્રણ ગોલને લીધે લગભગ મેચ હારી ગયેલ હતી. 25 વર્ષની મેકાયલાએ આ ગોલ 5માં, 6ઠ્ઠા, 36મી મિનિટમાં કર્યા. આ આત્મઘાતી ગોલનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઇ રહ્યો છે.
બીજા હાફમાં અમેરિકાએ બે ગોલ બીજા કર્યા. બીજા હાફનો પહેલો ગોલ Ashley Hatchએ 51મી મિનિટ પર કર્યો તથા ટીમને 4-0ની બઢત આપાવી. મેચનો પાંચમો તથા છેલ્લો ગોલ નિર્ધારિત સમય 90 મિનિટ પૂરી થયા બાદ એકસ્ટ્રા ટાઈમ પર થયો.