ઇંગ્લેન્ડ ખાતે યોજાનારી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટેનું કાઉન્ટ ડાઉન શરૃ થઇ ગયું છે. 1 જૂને ઇંગ્લેન્ડ અને બાંગલાદેશ વચ્ચેના મુકાબલા સાથે જ ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ થશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે મોટાભાગની ટીમ ઇંગ્લેન્ડ પહોંચી ગઇ છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઇ રહેલી 8 ટીમને 4-4ના ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ગૃપ 'એ'માં ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ બાંગલાદેશ જ્યારે ગૃપ 'બી'માં ભારત દક્ષિણ આફ્રિકા પાકિસ્તાન શ્રીલંકાનો સમાવેશ થાય છે. તો ભારતીય ટીમ 4 જૂને પાકિસ્તાન સામે રમીને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનું અભિયાન આરંભશે. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો અત્યારસુધીનો દેખાવ સારો રહ્યો છે.