ફાઈનલમાં સૌથી વધારે છગ્ગાનો એવોર્ડ મુંબઈ ઇન્ડિયન્સના કૃણાલ પંડ્યાને મળ્યો. 2 છગ્ગા માટે તેને કુલ 1 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું. ફાઈનલમાં સારી બોલિંગ કરવા પર શાર્દુલ ઠાકુરને સ્ટાઈલ પ્યેલ તરીકે પસંદ કરવામાં આવ્યા જેના માટે તેને 1 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું.
ફાઈલનમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ મુંબઈના કૃણાલ પંડ્યાને મળ્યો. તેના માટે તેને 1 લાખ રૂપિયાની રકમ મળી.
IPL 10માં સૌથી શાનદાર કેચનો એવોર્ડ ગુજરાત લાયન્સના કેપ્ટન સુરેશ રૈનાને મળ્યો. તેના માટે રૈનાને 10 લાખ રૂપિયાનું ઇનામ ટ્રોફી અને એક સ્માર્ટફોન મળ્યો. તો IPL 10માં સૌથી વધારે છગ્ગા ફટકારવાનો એવોર્ડ ગ્લેન મેકસવેલને મળ્યો. તેણે સીઝનમાં કુલ 23 છગ્ગા ફટકાર્યા હતા. તેના માટે તેને 10 લાખ રૂપિયાની રકમ અને ટ્રોફી મળી.