સુપર સ્ટાર સલમાન ખાન અને રોમાનિયન મોડેલ યુલિયા વંતુરનો સંબંધ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે. સલમાન ખાન અને વંતુરના સંબંધો વિશે જાતજાતની વાતો આવતી રહે છે અને થોડાક સમય પહેલાં તેમના બ્રેક-અપના સમાચારો આવ્યા હતા પણ હવે તેને ખોટા પાડે તેવા નવા સમાચાર આવ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર સલમાન ખાન મુંબઇમાં પોતાના ઘરની નજીક જ આ પેન્ટ હાઉસ ખરીદવા માગે છે. સલમાન પોતાના ગેલેકસી એપાર્ટમેન્ટ પાસે જ ઘર લેવા માગે છે કે જેથી એ સરળતાથી વંતુરને મળી શકે.