ઉત્તર પ્રદેશના બાંદામાં રોડવેજ બસ પર હાઇટેંશન લાઇન પડવાની 4થી વધુના મોત થયા છે.. લાઇન પડવાની સાથે જ બસમાં આગ લાગી ગઇ હતી. જેના કારણે અનેક યાત્રીઓને અસર થઇ હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના જસપુરા વિસ્તારના ભાથા જસપુરા રોડ પર બની હતી. બસમાં આગ લાગતા એક મહિલા સહિત 4થી વધુ લોકો બળીને ખાખ થઇ ગયા. 25ને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. સ્ટેંરિગ ફેલ થવાના કારણે બસ હાઇટેંશન થાંભલાથી ટકરાતા લાઇન તૂટીને બસ પર પડી હતી. બાંદા પહોચેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હોસ્પિટલ પહોચ્યા હતા. અને ઇજાગ્રસ્તોને મળ્યા હતા.
ઉત્તર પ્રદેશના બાંદામાં રોડવેઝ બસ પર પડી હાઇટેંશન લાઇન