ઉત્તર કોરિયાએ અમેરિકા સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયની ચેતવણીને નજર અંદાજ કરતાં ફરીથી બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. દક્ષિણ કોરિયાની સેના દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. તો બીજી તરફ અમેરિકાએ મિસાઇલ પરીક્ષણ બાદ ઉત્તર કોરિયા પર જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ ઉત્તર કોરિયાએ અત્યાર સુધીમાં નવ વખત મિસાઇલનું પરીક્ષણ ક્ર્યું છે. પેન્ટાગોને પણ નોર્થ કોરિયા દ્વારા શનિવારે મિસાઈલ પરીક્ષણ કરવામાં આવ્યાની પુષ્ટિ કરી છે. અમેરિકન અધિકારીઓએ જણાવ્યું કે નોર્થ કોરિયાએ મીડિયમ રેન્જ સુધી પ્રહાર કરી શકવામાં સક્ષમ KN 17 બેલાસ્ટિક મિસાઇલને મોબાઇલથી લોન્ચ કરી. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું નોર્થ કોરિયાએ મિસાઇલ પરીક્ષણ કરીને ચીનનું અપમાન કર્યું છે. જે નિંદનીય છે. ઉલ્લેખનીય છે કે ચીને ઉત્તર કોરિયાને મિસાઇલ પરીક્ષણ બંધ કરવા કહ્યું હતું. આ સ્થિતિમાં ટ્રમેપ ચીનને તેમના પક્ષમાં કરવાનો કોશિશ કરતા નજરે પડી રહ્યા છે.
અમેરિકા સાથે વધેલા તણાવ બાદ ઉત્તર કોરિયાએ કરેલી વધુ એક બેલાસ્ટિક મિસાઇલ ટેસ્ટથી વૈશ્વિક ચિંતા વધી ગઇ છે.