મોસ્ટ વોન્ડેટ ડૉન દાઉદ ઈબ્રાહિમના મોતના સમાચાર હાલ મીડિયામાં વહેતા થયા છે. મળતી માહિતી પ્રમાણે દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનના કરાંચીમાં હાર્ટઅટેક આવ્યો છે અને હાલ તેની હાલત ગંભીર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મીડિયામાં ચાલતી ખબરોને આધારે દાઉદને કરાચીની કમ્બાઈન્ડ મિલિટરી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. જેમાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. એક રિપોર્ટમાં કહેવાયું છે કે દાઉદને બ્રેઇન ટયૂમર હતું. જેનું ઓપરેશન પાકિસ્તાનના કરાંચીમાં થયું હતું. પરંતુ ઓપરેશન સફળ ન થઈ શક્યું અને હવે શરીરનો એક ભાગ સંપૂર્ણ રીતે કામ કરવાનું બંધ કરી ચૂક્યો છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ત્યારે બીજી તરફ દાઉદના મોતના સમાચારને તેના પરિવારજનોએ અફવા ગણાવી છે અને તેમનું કહેવું છે કે દાઉદ હાલ બિલકુલ ઠીક છે. તે તેની પત્ની સાથે પોતાના કાકાની તબિયત જોવા માટે હોસ્પિટલ ગયો હતો.
દાઉદના વિશ્વાસુ ગેન્ગસ્ટર છોટા શકીલે પણ દાઉદના મોતના સમાચારને ખોટા ગણાવ્યા છે.