ઉત્તર કોરિયાની ચેતવણી બાદ અમેરિકાએ દક્ષિણ કોરિયામાં એન્ટિ બેલેસ્ટિક મિસાઈલ સિસ્ટમ તૈનાત કરી દીધી છે. આ વાતથી સ્પષ્ટ થાય છે જો નોર્થ કોરિયા કોઈપણ પ્રકારનો હુમલો કરશે તો અમેરિકા તેનો જવાબ આપવા તૈયાર છે. આપને જણાવી દઈએ કે ઉત્તર કોરિયાના મિસાઈલ અને ન્યૂકિલયર પ્રોગ્રામને કારણે સમગ્ર વિસ્તારમાં તણાવભર્યો માહોલ સર્જાયો છે.
વધુમાં ઉત્તર કોરિયાએ ચેતવણી પણ ઉચ્ચારી છે કે અમેરિકા તેના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરશે તો ઉત્તર કોરિયા અમેરિકા ઉપર વળતો પ્રહાર કરતા અચકાશે નહીં. અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે વધી રહેલા તણાવના પગલે અમેરિકા માગ કરી રહ્યું છે કે ચીન તેના સહયોગી ઉત્તર કોરિયાને પરમાણુ કાર્યક્રમને આગળ વધારતા અટકાવે.
નોર્થ કોરિયા પર છવાયા યુદ્ધના વાદળો
વિનાશક હથિયારો સાથે નોર્થ કોરિયાએ શરૂ કર્યો યુદ્ધઅભ્યાસ