ચીનના પ્રમુખ જિનપિંગે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરી ઉત્તર કોરિયા મુદ્દે સંયમ રાખવા જણાવ્યું. થોડાક જ દિવસોમાં અમેરિકન સૈન્ય જહાજ ઉત્તર કોરિયાના દ્વીપ પર પહોંચી જશે. બીજી તરફ જાપાને પણ ઉત્તર કોરિયા વિરુદ્ધ અમેરિકાને સાથ આપવાની જાહેરાત કરી છે.
જિનપિંગે વધુમાં જણાવ્યું છે કે અમેરિકાએ એવી કાર્યવાહીથી બચવાની જરૂર છે જેનાથી કોરિયન દ્વીપમાં તંગદીલી ઉભી થાય. બીજી તરફ અમેરિકામાં પણ કોરિયા મુદ્દે સતત ચીનના સંપર્કમાં છે. જિનપિંગે ટ્રમ્પને જણાવ્યું હતું કે વૈશ્વિક સ્થિતિ ઝડપથી બદલાઇ રહી ત્યારે અમેરિકા અને ચીન નજીકના સંબધો જાળવી રાખે તે જરૂરી છે.