નવી ટેલીકોમ કંપની રિલાયન્સ જિઓની સરેરાશ 4જી ડાઉનલોડ સ્પીડ માર્ચમાં 16.48 MBPS રહી જે તેની પ્રતિસ્પર્ધી કંપની આઈડિયા અને એરટેલ કરતાં અંદાજે બે ગણી છે. ટેલીકોમ નિયામક ટ્રાઈના હાલના અહેવાલમાં આ જાણકારી આપવામાં આવી છે. માર્ચમાં રિલાયન્સ જિઓ નેટવર્ક પર સરેરાશ ડાઉનલો સ્પીડ 16.48 મેગાબાઈટ પ્રતિ સેકન્ડ રહી.
જ્યારે આઈડિયા સેલ્યૂલરના નેટવર્ક પર સ્પીડ 8.33 MBPS અને ભારતી એરટેલના નેટવર્ક પર 7.66 MBPS રહી છે. 16 MBPSની સ્પીડ પર એક યૂઝર બોલીવુડ મૂવીને માત્ર પાંચ મિનિટમાં ડાઉનલોડ કરી શકે છે. જ્યારે રિલાયન્સ જિઓ 3.92 MBPS ની સાથે ચોથા સ્થાન પર છે.