વિદેશી કામદારો માટેના 457 વિઝા કાર્યક્રમને નાબુદ કર્યાં બાદ ઓસ્ટ્રેલિયા સરકારે નાગરિકત્વના કાયદાને વધુ કડક બનાવ્યા છે. ટર્નબુલ સરકાર પર આરોપ લાગી રહ્યો છે કે મુસ્લિમોને ટાર્ગેટ કરીને નવી ટેસ્ટ ગોઠવવામાં આવી છે. જોકે ઈમિગ્રેશન મિનિસ્ટરે આ આરોપોને નકાર્યા છે.
નિયમ અનુસાર ચાર વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં રહેનાર જ નાગરિકત્વ માટે અરજી કરી શકશે અત્યારસુધી એક વર્ષ માટે રહેનાર પણ અરજી કરી શકતો. સાથે જ અરજદાર 'ઓસ્ટ્રેલિયન મુલ્યો' માટે કટિબદ્ધ હોવો જોઈએ અને નિષ્ફળ રહેનાર અરજદાર વધુમાં વધુ ત્રણ વખત આવેદન કરી શકશે હાલ અરજી કરવાની કોઈ ટોચમર્યાદા નથી.