કર્ણાટકની રાજધાની બેંગ્લુરુના શેશાદ્રી રોડ સ્થિત મહારાણી આર્ટ્સ એન્ડ કોમર્સ મહિલા કોલેજની હોસ્ટેલે સોમવારે એક વિચિત્ર ફરિયાદ નોંધાવી. કોલેજનો આરોપ છે કે કોઈ અજાણી વ્યકિત રોજ રાતે હોસ્ટેલમાં ઘૂસી જાય છે.. અને યુવતીઓના સૂકાઈ રહેલા અન્ડરગાર્મેન્ટ્સ પહેરીને જતો રહે છે.
હોસ્ટેલના અધિકારીઓએ પોલીસને 12 જાન્યુઆરીનું એક સીસીટીવી ફૂટેજ પણ સોંપ્યું છે. જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે એક ન્યૂડ વ્યક્તિ રાતે હોસ્ટેલમાં ઘૂસી રહ્યો છે અને વિદ્યાર્થીનીઓના અન્ડરગાર્મેન્ટ્સ પહેરી રહ્યો છે. ફૂટેજમાં એક જગ્યાએ સિકયોરિટી ગાર્ડ તેની પાછળ ભાગતો પણ જોવા મળે છે. પરંતુ અજાણી વ્યક્તિ ભાગવામાં સફળ રહે છે.