જમ્મૂ કશ્મીરમાં એક તરફ સીમા પારથી ઘુસણખોરીની ઘટનાઓમાં વધારો થયો છે. તો બીજી તરફ કાશ્મીરી યુવાનો ઉગ્રવાદી બની રહ્યા છે અને વર્ષ 2016 સૌથી વધારે કશ્મીરી યુવાનો ઉગ્રવાદી બન્યા છે.
રિપોર્ટમાં રેડ સિગ્નલ
2016માં સૌથી વધારે લોકો આતંકી ગ્રુપમાં સામેલ
88 કશ્મીરી યુવાનો આતંકી ગતિવિધિમાં સામેલ
કશ્મીરમાં આતંકી ગતિવિધિઓને લઇને સરકારે લોકસભાને જાણકારી આપી છે. જેનાથી સાફ થઇ ગયું છે કે કશ્મીર ઘાટીમાં આતંકીઓ પાછલા વર્ષોમાં અપેક્ષાથી વધારે 2016માં સૌથી વધારે આતંકી ગ્રુપમાં સામેલ થયા છે. લોકસભામાં પોતાના લિખિત જવાબમાં ગૃહ મંત્રાલયે જાણકારી આપી છે કે 2016માં 88 કશ્મીરી યુવા આતંકી ગતિવિધિઓમાં સામેલ થયા.
આતંકી ગતિવિધિ જમ્મૂ-કશ્મીર માટે પડકાર
2010થી 2016 સુધી 321 યુવા ઉગ્રવાદમાં સામેલ
રિપોર્ટ અનુસાર જમ્મૂ-કશ્મીરના અંતરિયાળ ક્ષેત્રોમાં ઉગ્રવાદી સંગઠનોની ગતિવિધિઓ જમ્મૂ-કશ્મીર રાજ્ય માટે પડકાર બની ગયો છે. રાજ્ય સરકારની સૂચનાના આધારે 2010થી 2016 સુધી ઉગ્રવાદમાં લગભગ 321 યુવા સામેલ થયા.
2010માં 54 યુવકો ઉગ્રવાદમાં સામેલ થયા
2011માં 23 2012માં 21 કશ્મીરી યુવા સામેલ
લોકસભામાં આપેલી રિપોર્ટ અનુસાર 2010માં 54 યુવકો ઉગ્રવાદમાં સામેલ થયા. 2011માં 23 યુવક તો 2012માં 21 કશ્મીરી યુવા ઉગ્રવાદમાં સામેલ થયા. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે 2013 2014 2015માં ક્રમશઃ 16 53 66 અને 88 યુવક આતંકી ગતિવિધિઓમાં સામેલ થયા.
2016માં સીમા પારથી 371 વાર ઘુસણખોરીનો પ્રયાસ
119 વાર ઘુસણખોરીમાં સફળતા મળી
સીમા પારથી આતંકી ઘુસણખોરીની 2016માં 371 વાર પ્રયાસ કરવામાં આવ્યો. જેમાંથી 119 ઘુસણખોરીમાં સફળતા મળી છે. ગુપ્ત રિપોર્ટ અનુસાર બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ સીમા પારથી ઘુસણખોરી પણ મોટાપાયે થઇ છે. તપાસ એજન્સીઓ અને સુરક્ષા એજન્સીઓએ કશ્મીર ઘાટીમાં આ ઘુસણખોરીને સફળ થવા દીધી નથી.