લખનઉમાં સ્મૃતિ ઉપવનમાં રવિવારે ઉત્તર પ્રદેશના નવા સીએમના શપથ ગ્રહણ સમારોહમાં મુલાયમ સિંહ અને પીએમ મોદી એકબીજાને ગળે મળ્યા અને તે સમયે મુલાયમ સિંહે મોદીના કાનમાં કઇક કહ્યું હતું અને તેના પછી પીએમએ તેમને માથુ હલાવીને જવા આપ્યો હતો.
આ ઘટના પછી ચર્ચા તેજ થઇ ગઇ કે આખરે મુલાયમ સિંહે મોદીના કાનમાં શું કહ્યું અને સોશિયલ મીડિયા પર આ મામલે અનેક જોક્સ બનવા લાગ્યા પણ હવે જાણવા મળ્યું છે કે મુલાયમ સિંહે મોદીને કહ્યું કે અખિલેશને કઇક શીખવાડજો. આ જાણકારી આ બન્નેની પાસે ઊભેલા નેતાઓએ આપી છે. પોતાનું નામ ન આપવાની શરતે એક નેતાએ કહ્યું કે મુલાયમે કહ્યું હતું કે થોડું અખિલેશનું ધ્યાન રાખજો.