કેન્દ્ર સરકાર પ્રોવિડંડ ફંડ મેમ્બર્સને ઘર ખરીદવા માટે 90 ટકા સુધીની PFની રકમ ઉપાડવા માટે નિયોમોમાં સુધારો કરશે. જેના કારણે EPFO મેમ્બર્સને ઘર ખરીદવા માટે ડાઉન પેમેન્ટની ચૂકવણી કરવામાં મદદ મળશે. કેન્દ્ર સરકાર તરફથી સંસદમાં આ જાણકારી આપવામાં આવી હતી.
નિયમોમાં સુધારા બાદ આ સ્કિમ હેઠળ કર્મચારીઓ તેમના EPFO ખાતામાંથી હોમલોનનો EMI પણ ભરી શકશે. ઈપીએફઓ તરફથી રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં નવી જોગવાઈઓ મુજબ ઓછામાં ઓછા 10 સબક્રાઈબર્સે મળીને એક કો-ઓપરેટિવ સોસાયટીની રચના કરવી પડશે. ત્યાર બાદ જ પીએફ ખાતામાંથી રકમ ઉપાડી શકાશે.