ગોવામાં આજે ભાજપ સરકાર માટે મહત્વપૂર્ણ દિવસ હતો. આજે પર્રિકર સરકારનું બહુમત પરીક્ષણ થયું જેમાં CM મનોહર પાર્રિકરને 23 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. મહત્વનું છે કે ગોવામાં ચૂંટણી બાદ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની હતી પરંતુ બુહમતનો જુગાડ કરીને ભાજપે પોતાની સરકાર બનાવી લીધી છે. ચૂંટણી બાદ સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ જોતી જ રહી ગઈ અને ગોવામાં ભાજપ સરકાર બની ગઈ.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પરિણામ બાદ પર્રિકર દિલ્હીથી ગોવા પહોંચ્યા અને માત્ર 16 કલાકમાં જ બહુમત માટે જુગાડ કરી લીધો અને ચોથી વખત ગોવાના મુખ્યમંત્રી બની ગયા. આજે વિધાનસભામાં ભાજપ સરકારનું શક્તિ પરિક્ષણ યોજાયું જેમાં ભાજપે 23 ધારાસભ્યોનું સમર્થન મેળવી લીધુ છે. ભાજપે દાવો કર્યો હતો કે કોઈપણ મુશ્કેલી નથી કારણ કે પાર્ટીને 23 ધારાસભ્યોનું સમર્થન છે.