રાજ્યમાં દારૂબંધીનો નવો કાયદો અમલી બન્યા બાદ બુટલેગરોને કાયદાનો ખોન ના હોય તેમ ગુજરાતમાં દારૂની હેરાફેરી કરી રહ્યા છે. પરંતુ રાજ્યમાં દારૂની હેરફેર પર રોક લગાવવા ગૂજરાત પોલીસ પણ સતર્ક બની છે.
શુક્રવારના વલસાડ ખાતે ગુજરાત સ્ટેટ વિજિલન્સની ટીમે એક દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડયું હતું. જેમાંથી 53 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો છે. દારૂની હેરાફેરી કરતા આ કન્ટેનર ચાલકે કબુલ્યું છે કે દારૂનો જથ્થો ભરૂચ તરફ તે લઈ જવાનો હતો.
મહત્વનું છે કે આ દારૂ દમણથી નહીં પરંતુ પાંચ રાજ્યોને વટીને છેક હરિયાણાથી આવ્યો હોવાનું પણ પૂછપરછમાં સામે આવ્યું પોલીસ પણ ચોકી ગય હતી. કન્ટેનરમાંથી 900 પેટી વિદેશી દારૂ સહિત અંદાજે 73 લાખથી પણ વધુની કિમતનો મુદ્દામાલ પોલીસે પોતાના કબ્જામાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.