મનસુખ શાહ દ્વારા લેવાયેલી લાંચના મુદ્દે હવે રાજકારણ વધુ ગરમાયુ છે. કારણ કે વડોદરાના ભાજપના જ ધારાસભ્ય યોગેશ પટેલે મુખ્યમંત્રીને આ મુદ્દે રજૂઆત કરી છે. યોગેશ પટેલે મુખ્યમંત્રીને સુમનદીપ કોલેજમાં આચરાતા ભ્રષ્ટાચારની તમામ વિગતો પૂરી પાડી છે.
આ વિગતોમાં MBBSની ડિગ્રીના 1 કરોડ MD અને MSની ડિગ્રીના 2 કરોડ તો સુપર સ્પેશ્યાલિસ્ટની ડિગ્રીના 3 કરોડ તથા ડેન્ટલ ગ્રેજયુએટના 50 લાખ રૂપિયા અપાતા હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. તો ડેન્ટલ પીજીના 1.25 કરોડ જયારે નર્સિંગના 10 લાખ રૂપિયા અપાતા હોવાનો આક્ષેપ કર્યો છે. યોગેશ પટેલે એવુ પણ કહ્યુ છે કે માત્ર સુમનદીપ કોલેજ નહીં પરંતુ પારૂલ યુનિવર્સિટીમાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે.