વડોદરાના વાઘોડિયા ખાતે આવેલી સુમનદીપ યુનિવર્સિટીમાં વિદ્યાનો વેપાર કરતા ચેરમેન ઝડપાઈ ગયા છે. વિદ્યાર્થી પાસેથી પરીક્ષામાં પાસ કરવા માટે 20 લાખ રૂપિયાની લાંચ લેતા યુનિવર્સિટીના ચેરમેન ઝડપાઈ જતાં સનસનાટી ફેલાઈ જવા પામી છે. ACBની ટ્રેપમાં યુનિવર્સિટીના ચેરમેન મનસુખ શાહ ઝડપાઈ ગયા છે. વિદ્યાનો વેપાર કરતા મનસુખ શાહ વિદ્યાર્થીને MCAની પરીક્ષામાં પાસ કરવા માટે 20 લાખ રૂપિયાની માગણી કરી હતી.