દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે સરકારનો જ એક કર્મચારી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે. કેમેરામાં કેદ થયેલો આ કર્મચારી છે તો તલાટી પણ ટલ્લી છે. આ તલાટી બનાસકાંઠાના વાઘાસણ ગ્રામ પંચાયતમાં નોકરી કરે છે જેનું નામ છે નારણ પારઘી.
નારણ પારઘી પર લોકોનો આક્ષેપ છે કે તે રોજ દારૂ પીને જ નોકરી પર આવે છે. ધોળા દિવસે પણ દારૂ પીધેલી હાલકમાં લથડીયા ખાતા તેમનો વીડિયો સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ તલાટીને નથી નોકરીની ચિંતા કે નથી પરિવારની ચિંતા. તેને એ પણ ચિંતા નથી કે પોલીસ જોશે તો તેને પકડી જશે. જોકે પોલીસ મથક અહીંથી 100 મીટરના જ અંતરે આવેલું છે. તેમ છતા તેમના ધ્યાને આ તલાટી આવ્યા ન હોય તેવું માની શકાતુ નથી. અને કોઈની રજૂઆત સાંભળતો નથી. એટલું જ નહી તે દારૂ પીને આવતો હોવાથી કામ પણ સારૂ કરતો નથી. જેથી લોકોના કામ અટવાઈ પડયા છે. આ અંગે ગ્રામજનોએ ટીડીઓને રજૂઆત કરી હોવા છતા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. જે ગ્રામ પંચાયતોમાં આવા કર્મચારીઓ હોય ત્યાં ક્યાંથી વિકાસ થાય તે જ એક સવાલ છે.