સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતીને લઇને મોટાપાયે ગેરરીતિ સામે આવી છે. પ્રોફેસરની ભરતીમાં ગેરરીતિ થઇ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ઇતિહાસ ભવનમાં 24 આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી કરવામાં આવી હતી.
જેમાંથી એક પ્રોફેસરને 1 માર્કસને બદલે 10 માર્કસ આપી દેવાયા હતા. જો કે આ છબરડો છત્તો થતાં એક પ્રોફેસરને બરતફ કરાયા છે. આ ખુલાસો RTIમાં થયો હતો. આગામી દિવસોમાં આ બાબતને લઇને વિવાદ વકરે તો નવાઇ નહીં..