ટાટા મોટર્સ પોતાના પેસેન્જર વાહનોમાં સતત વધારો કરી રહ્યું છે. ગત વર્ષે એપ્રિલ-ડિસેમ્બર વચ્ચે કંપનીના આ સેગમેન્ટમાં વાહનોના વેચાણ પર લગભગ 18 ટકાનો વધારો નોંધાયો હતો. હવે ટાટા મોટર્સ સ્પોર્ટ્સ કાર સેગમેન્ટના ટાર્ગેટ કરી રહી છે.
ટાટા મોટર્સ આ વર્ષના માર્ચ સુધીમાં જિનેવા મોટર શોમાં સ્પોર્ટ્સ કાર કન્સેપ્ટ રજૂ કરવા જઈ રહી છે. જાણકારી મુજબ આ કારને ટાટા પોતાની નવી બ્રાન્ડ ટૈમો (TaMo) અંતર્ગત વેચાણ કરી શકે છે. હાલમાં કારનું નામ ફ્યૂચરો બતાવવામાં આવી રહ્યું છે.
ટાટા મોટર્સની યોજના છે કે આ કારને એક્સક્લૂસિવ રાખવામાં આવે અને તેના માત્ર 250 યુનિટ્સ જ બનાવવામાં આવે. સૂત્રો મુજબ આ કારની કિંમત 25 લાખ રૂપિયા સુધીની રાખવામાં આવી શકે છે. જોકે કંપનીએ અધિકારીક રીતે કારના એન્જિન વિશે કાણ જાણકારી આપી નથી. પરંતુ સૂત્રો મુજબ કારમાં ટર્બોચાર્જ્ડ 1.2 રેવોટ્રન એન્જિન લગાવેલું હશે. જેમાં લગભગ 180Bhp પાવરની ક્ષમતા હશે.