ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 20 ફેબ્રુઆરીથી શરૂ થશે. જેમાં 21 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી 21 ફેબ્રુઆરીએ વિધાનસભામાં બજેટ રજૂ કરશે. મહત્વનું છે કે વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા તે બાદનું આ પ્રથમ બજેટ છે. અને ચાલુ વર્ષે જ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તેથી આ વખતનું બજેટ ચૂંટણીલક્ષી હોવાની પૂરેપૂરી સંભાવના છે.
ગુજરાતનું `અંદાજ'પત્ર
20 ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર
વિધાનસભામાં 21 ફેબ્રુઆરીએ બજેટ થશે રજૂ
નાણામંત્રી નીતિન પટેલ રજૂ કરશે બજેટ
રૂપાણી સરકારનું પ્રથમ અંદાજપત્ર
ચૂંટણીલક્ષી બજેટ હોવાની સંભાવના
તો બીજીતરફ લોકોને પણ આશા સેવી રહ્યા છે કે સરકાર આ વખતના બજેટમાં પ્રજા માટે સારી જાહેરતો કરશે. લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે ફિક્સ પગારદારો બાદ પ્રજા માટે સારી જાહેરાતો થશે? ટેક્સમાં કોઈ પ્રકારની રાહત અપાશે? આવક મર્યાદામાં કોઈ વધારો થશે? ખાણી-પીણી અને ઘરવખરીની ચીજ વસ્તુઓ સસ્તી થશે? આરોગ્યની સેવાઓ સસ્તી થશે? જેવા સવાલો સામાન્ય પ્રજાને થઈ રહ્યા છે. કારણ કે હાલમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે નીચા પગાર ધોરણવાળા લોકો માટે ઘર ચલાવવું મુશ્કેલ થઈ પડયું છે.