નવા વર્ષ પર પ્રવાસીઓને આકર્ષવા માટે દેશની એરલાઈન્સ કંપનીઓ આકર્ષિત ઓફરો રજૂ કરી રહી છે. હાલમાં જેટ એરવેઝે ગોએર અને ઇન્ડિગોએ પણ કેટલાક પસંદગીના રૂટ્સ પર હવાઈ ભાડામાં ડિસ્કાઉન્ટ આપી રહી છે.
ઇન્ડિગો એરલાઈન્સે પણ આકર્ષક ઓફરો રજૂ કરી છે. જે અંતર્ગત 949 રૂપિયાથી ટિકિટની શરૂઆત થાય છે. આ ટિટિક પણ કેટલાક પસંદગીના રૂટ પર મળી રહી છે. ઇન્ડિગોની આ ઓફર અંતર્ગત બુકિંગનો લાભ તમે 7 જાન્યુઆરી 2017 સુધી લઈ શકો છો. આ છૂટ અંતર્ગત તમે જાન્યુઆરીથી લઈને 13 એપ્રિલ સુધી પ્રવાસ કરી શકો છો. ઇન્ડિગોની આ ઓફર અંતર્ગત કોયમ્બતુરથી ચેન્નઈ 949 રૂપિયા દિલ્હીથી જયપુર 1042 રૂપિયા ચેન્નઈથી બેંગલુરુ 1187 રૂપિયા ચેન્નઈથી દિલ્હી 2832 રૂપિયામાં ટિકિટ બુક કરાવી શકો છો.
જેટ એરવેઝે હાલમાં 'ગેટ સેટ ફોર અ ફ્લાઈંગ સ્ટાર્ટ' નામથી એક સ્કીમ લોન્ચ કરી છે. કંપનીની વેબસાઈટ અનુસાર ઘરેલુ રૂટ પર 999 રૂપિયા (તમામ ટેક્સ સહિત)માં ટિકિટ મળી રહી છે. આ સ્કીમનો લાભ 7 જાન્યુઆરી 2017 સુધી લઈ શકાશે
ગોએર પણ હાલમાં ઓફર અંતર્ગત 1057 રૂપિયામાં ટિકિટ આપી રહી છે. તે અંતર્ગત તમે 31 જાન્યુઆરી સુધી ટિકિટ બુકિંગ કરાવી શકો છો. આ ઓફર દિલ્હીથી જયપુર રૂટ પર મળશે. જયપુરથી દિલ્હી માટે 1267 રૂપિયા અને બેંગલુરુથી ગોવા માટે 1692 રૂપિયામાં ટિકિટ આપવામાં આવી રહી છે.