નોટબંઘી મામલે મોબાઈલ પ્રોવાઈડર પેટીએમ પર રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના આર્થિક વિભાગે પેટીએમ અને ચાઈનીઝ કનેક્શન પર નજર રાખવાનું નક્કી કર્યું છે. સ્વદેશી જાગરણ મંચે પેટીએમ અને ચાઈનીઝ ઓનલાઈન રીટેલ કંપની અલીબાબા ગ્રુપના સંબંધોની તપાસ કરવાનું નક્કી કર્યું છે.
સ્વદેશી જાગરણ મંચ છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં ચીનના સામાન અને રોકાણ સામે વિરોધ કરી રહ્યું છે. ભારતીયોનો ડેટા સુરક્ષિત રહે અને કોઈ પણ ભારતીય કંપની વિદેશી કંપનીઓ સાથે ડેટા શેર ન કરે એમ સ્વદેશી જાગરણ મંચ માને છે.
PAYTM પર બાજ નજર
RSS PAYTM-ચીનના કનેક્શન પર નજર રાખશે
સ્વદેશી જાગરણ મંચ અલીબાબા ગ્રુપની તપાસ કરશે
ચીનના સામાન-રોકાણ સામે વિરોધ કરે છે સ્વદેશી જાગરણ મંચ