બજાજ ઓટોમોબાઈલ પાવરફુલ બાઈકના શોખીન લોકો માટે એક નવી બાઈક લઈને આવી રહ્યું છે. બજાજે પોતાનું અત્યાર સુધીનું સૌથી પાવરફુલ બાઈકનું પ્રોડક્શન શરૂ કરી નાખ્યું છે. કંપનીની યોજના છે કે બાઈકને આવતા મહિના સુધીમાં લોન્ચ કરવામાં આવે.
બજાજના આ બાઈકમાં 400સીસી નું એન્જિન આપવામાં આવશે. આ મહિનો કંપની માટે ખૂબ ઐતિહાસિક છે કારણ કે લગભગ 15 વર્ષ પહેલા 2001માં કંપનીએ પલ્સર બાઈક લોન્ચ કરી હતી. જેના દ્વારા ભારતની સ્પોર્ટ બાઈક માર્કેટમાં ક્રાંતિ લાવી દીધી હતી.
જાણકારી મુજબ બજાજના આ 400સીસી બાઈકની અંદાજિત કિંમત 1.75 લાખથી 1.90 લાખ સુધીની હશે. તેનું ઉત્પાદન પુનાની ચાકણમાં કંપનીના કારખાનામાં શરૂ થઈ ગયું છે.