વિઘ્નહર્તા ગણેશજીનો મહાપર્વ ઠેર-ઠેર ચાલી રહ્યો છે અને ગણપતિને પ્રિય તમામ વસ્તુઓ ગજાનન મહારાજને ધરાવવામાં આવે છે. ત્યારે ગણેશજીને પ્રિય એવા લાડુની સ્પર્ધા યોજાઇ રાજકોટમાં.
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સિદ્ધિવિનાયક ગણપતિ ધામમાં મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 જેટલા ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાઈઓમાં ગોવિંદભાઇ 25 લાડુ ખાઈ પહેલા ક્રમે આવ્યા હતા. જ્યારે બહેનોમાં પ્રથમ ક્રમે સાવિત્રીબેને 13 લાડુ આરોગ્યા હતા.
રેસકોર્સ ખાતે છેલ્લા 10 વર્ષથી સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.જેમાં ગણેશ મહોત્સવ દરમ્યાન અલગ-અલગ કાર્યક્રમ પણ થાય છે તે જ પ્રમાણે આજે મોદક સ્પર્ધા યોજાઈ હતી.
ગણેશ મહોત્સવની ઉજવણી રંગેચંગે થઇ રહી છે. ત્યારે રાજકોટમાં ઉજવણી સાથે આવી સ્પર્ધાઓ યોજાતા ગણેશ ભક્તોમાં એક અનેરો આનંદ જોવા મળ્યો હતો.