વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વીય એશિયા શિખર સંમેલન (EAS) દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મુલાકાત કરી હતી. છેલ્લા બે વર્ષોમાં બંને વચ્ચે આ 8મી મુલાકાત છે. આ વિશે બંનેની મુલાકાતથી વધુ ચર્ચા તેઓના બેસવાના અંદાજની થઈ રહી છે.
હકીકતમાં મુલાકાત દરમિયાન પીએમ મોદી અમેરિકાના ઝંડા આગળ બેઠા હતા જ્યારે કે બરાક ઓબામાં ભારતના ઝંડા પાસે. શોશિયલ મીડિયા પર આ ફોટો વાયરલ થતા જ લોકો આ વાતનો ઉલ્લેખ કરવા લાગ્યા કે આખરે બંને મોટા નેતા પોત-પોતાના દેશના ઝંડાને બદલે એકબીજાના દેશના ધ્વજ પાસે કેમ બેઠા છે પરંતુ પછીથી અસલ વાત બહાર આવી. ભારતના પ્રોટોકોલ પ્રમાણે ભારતીય નેતાઓએ પોતાના દેશના ધ્વજ પાસે બેસવાનું હોય છે પરંતુ અમેરિકાના પ્રોટોકોલ પ્રમાણે લીડર બીજા દેશના ધ્વજ પાસે બેસતો હોય છે. સભામાં એમેરિકાના પ્રોટોકોલને અનુસરવામાં આવ્યો હતો.