દુનિયાના સૌથી મોટા શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રૉડ્રિગોએ અપશબ્દો બોલ્યા છે. જેને પગલે લાઓસમાં રૉડ્રિગો સાથે મંગળવારે યોજાનારી બેઠક ઓબામાએ રદ્દ કરી નાખી છે.
ઉલ્લેખનીય છે કે રોડ્રિગો ડ્રગ્સની તસ્કરી કરવાના આરોપમાં 2400 લોકોને સજાએ મોત આપી ચુકયા છે. જેનો વિરોધ દુનિયામાં થઇ રહ્યો છે. રૉડ્રિગોએ ઓબામાં સાથેની બેઠક પહેલા ઓબામા ઉપર ભડકીને તેમના પર લાગેલા આરોપથી બચવાની કોશિસ કરી.
રોડ્રિગોએ કહ્યુ કે ઓબામાં પોતાની જાતને સમજે છે શુ ? હું પણ એક દેશનો રાષ્ટ્રપતિ છું અને હું અમેરિકાની કઠપૂતળી નથી. મારો માલિક માત્ર ફિલિપાઇન્સની જનતા છે બીજું કોઇ નહીં. તો રોડ્રિગોની આ ગેરવર્તણૂકથી ઓબામાએ તેમની સાથેની બેઠક રદ્દ કરી નાખી છે.