દક્ષિણ કોરિયાની રાજધાની સોલમાં ચાલી રહેલી NSG સભ્યોની બેઠક દરમિયાન ભારત વિરૂધ્ધ અનેક દેશો ખુલીને સામે આવ્યા છે.
ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ એટલે કે NSGમાં ભારતની એન્ટ્રી પર હજુ પણ ગતિરોધ જારી છે અને અત્યાર સુધીમાં NSGમાં ભારતના સભ્યપદને લઇને કોઇ સહમતી બની શકી નથી. ચીન ઉપરાંત બ્રાજીલ ઓસ્ટ્રિયા આયર્લેન્ડ તૂર્કી અને ન્યૂઝિલેન્ડે ભારતની એન્ટ્રીનો વિરોધ કર્યો છે.
જોકે મેક્સિકોએ ભારતનું સમર્થન કર્યું છે. પીએમ મોદીનો અનુરોધ હજુ સુધી ચીનના વલણમાં બદલાવ નથી લાવી શક્યો. પરંતુ NSG ની બે દિવસીય પૂર્ણ બેઠકના આજે અંતિમ દિવસમાં શુ થાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
ઉલ્લેખનીય છે કે સિઓલમાં મીટિંગ દરમિયાન ભારતની દાવેદારી અંગે સંર્વસંમતિ ન સધાઇ. ચીને તેમજ ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા તુર્કી અને આયર્લેન્ડે નૉન-પ્રોલિફિરેશન ટ્રીટી પર સાઇન કર્યા વિના ભારતને આ ગ્રૂપમાં સામેલ ન કરવાની હિમાયત કરી.