ઓરલેન્ડોમાં નાઈટ કલબ પર થયેલા મોટા આતંકી હુમલા બાદ રાષ્ટ્રપતિ પદની રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે મોટુ નિવેદન આપ્યું છે અને ફરી એક વખત અમેરિકામાં મુસ્લિમોના પ્રવેશ પર રોક લગાવવાની વાત કરી છે.
ટ્રમ્પે ઓરલેન્ડોના હુમલાને ઈતિહાસનો સૌથી દુઃખદ હુમલો ગણાવ્યો છે. મુસ્લિમોની સાથે જ ટ્રમ્પે હિલેરી ક્લિંટન પર પણ પ્રહાર કર્યા છે. ટ્રમ્પે કહ્યું છે કે હિલેરી ક્લિંટન મધ્ય એશિયાના લોકોના આવવા પર વધારે ભાર આપી રહ્યા છે.