અમેરિકાના ફ્લોરિડામાં 'પલ્સ' નામના ગે નાઈટ કલબમાં થયેલા ગોળીબારમાં 20 લોકોના મોત થયા છે. જ્યારેઅનેક લોકો ઘાયલ થયા છે. તો પોલીસ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કરીને હુમલાખોરને પણ ઠાર કર્યો છે.
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ હુમલાખોરે બોમ્બ જેકેટ પહેર્યું હતું. મળતી માહિતી પ્રમાણે કલબમાં કેટલાક શખ્સોને ગોંધી રાખવામાં આવ્યા હતા. સ્થાનિક સમય પ્રમાણે સવારે બે વાગ્યા આસપાસ ફાયરિંગ થયું હતું. ગે નાઈટ કલબમાં અચાનક ઘુસી આવેલા એક શખ્સે ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને તેના કારણે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.
પોલીસે હાજર લોકોને ઘટનાસ્થળેથી દૂર ખસેડ્યા છે અને વિસ્તારને કોર્ડન કરી લીધો છે. પોલીસ ફાયરિંગમાં હુમલાખોરને ઠાર કરીને તેના બોમ્બ જેકેટને ડિફ્યુઝ કરી દેવામાં આવ્યું છે.