અમેરિકન કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધનારા વડાપ્રધાન નરેદ્ર મોદી 6ઠ્ઠા ભારતીય બની ગયા છે. કેપિટલ હિલમાં સ્પિકર પૉલ રેયોને મોદીનું સ્વાગત કર્યું અને મોદીના માનમાં ચાર મિનિટ સુધી તાળીઓ પડી.
પોતાની સ્પિચમાં મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર સારા અને ખરાબ આતંકવાદ વચ્ચે ભેદભાવ બંધ કરવાનું જણાવ્યું. તો સાથે જ ચીનનું નામ લીધા વગર દરિયાઇ વેપારની સુરક્ષા ઉપરાંત હિંદ મહાસાગરમાં ભૂમિકા ભજવવાની તૈયારી દર્શઆવી.
મોદીએ 2022 સુધીમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય પણ જાહેર કર્યું. તેમણે અમેરિકાને એની જ ભાષામાં પરખાવતા કહ્યું કે અમેરિકામાં 3 કરોડ લોકો યોગા કરે છે. જોકે હજુ સુધી ભારતે યારેય યોગ પર ઇન્ટેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્નો દાવો નથી કર્યો.
મોદીની સ્પિચ પર વારંવાર તાળીઓ પડતી જોવા મળી. મોદીને ભાષણ દરમિયાન 9 વખત સ્ટેન્ડિંગ ઓવેશન પણ મળ્યું. ઉલ્લેખનીય છે કે પંડિત નહેરુ રાજીવ ગાંધી નરસિમ્હા રાવ અટલ બિહારી વાજપાઇ અને મનમોહનસિંહ બાદ વડાપ્રધાન મોદીએ અમેરિકન કોંગ્રેસના સંયુકત સત્રને સંબોધ્યું.