વડાપ્રધાન નરેદ્ર મોદીના અમેરિકા પ્રવાસના પહેલા જ દિવસે ભારતને મળી છે મોટી સફળતા. ભારતની NSG અને MTCRમાં સદસ્યતાને ઓબામાનું સમર્થન મળ્યું છે. વ્હાઇટ હાઉસમાં મોદી અને ઓબામાની મુલાકાત બાદ બંને નેતાઓનું સંયુકત નિવેદન જાહેર કરાયું.
જેમાં મોદીને ઓબામાએ પોતાના અંગત મિત્ર જણાવતા આભાર માન્યો. તો આ તરફ ઓબામા સાથે મુલાકાત બાદ PM મોદીએ NSG અને MTCRમાં સમર્થનને લઇને ઓબામાનો આભાર માનતા કહ્યું કે હું મિત્ર બરાક ઓબામાનો અભાર માનું છુ.
સાથે જ નિવેદનની તક આપવા બદલ અમેરિકી કોંગ્રેસનો પણ આભારી રહીશ. આ સાથે જ સંયુકત નિવેદન પ્રમાણે બંને દેશ સાઇબર સુરક્ષા પર સાથે કામ કરશે. તો પરમાણુ સહયોગની પ્રગતિ પર પણ ચર્ચા થઇ છે. અને ગરીબી હટાવવાની દિશામાં પણ બંને દેશ સાથે મળીને કામ કરશે અને હવે બંને નેતાઓની મુલાકાત G 20માં થશે.
ઓબામાએ તેમના નિવેદનમાં એમ પણ કહ્યું કે મોદીએ ભારતને ગૌરવશાળી નેતૃત્વ આપ્યું છે. અને તેના અહીં આવવાથી અમેરિકામાં ઉત્સાહ છે.
ડિપ્લોમેટિક સંબંધો ઉપરાંત મૈત્રીપૂર્ણ સંબંધોને પણ મહત્વ આપ્યું છે
અમે ફરી G20માં મળશું
અમે પર્યાવરણ ચેન્જના સપનાને સાકાર કરીશું
ઓબામાએ MTRC અને NSGને મુદ્દે મદદનો હાથ મીલાવ્યો છે
બીજીબાજુ વડાપ્રધાન નરેદ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે ત્યારે આજે તેમણે અમેરિકાના ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી હતી અને તે બાદ તેમણે ભારત-અમેરિકા બિઝનેસ કાઉન્સીલમાં સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે અત્યારે વિશ્વને નવા ગ્રોથ એન્જિનની તાતી જરૂર છે અને નવા ગ્રોથ એન્જિન તરીકે ભારત આગળ આવશે તેમાં કોઈ બેમત નથી તો આ સાથે જ PM મોદી US કોંગ્રેસમાં પણ સંબોધન કરવાના છે.