જો તમને કોઈ પૂછે કે તમને મફતની સેલેરી મળશે અને કામ કરવાની કોઈ જરૂર નહી તો તમારી પ્રતિક્રીયા કેવી હશે. ચોકકસથી ખુશીનો પાર નહીં રહે પરંતુ સ્વિટ્ઝરલેન્ડની જનતાએ પોતાનો એક અલગ જ મત વ્યકત કર્યો છે.
જી હા મફતની સેલેરી માટે સ્વિત્ઝરલેન્ડમાં એક અનોખો જનમત કરવામાં આવ્યો છે અને તેમાં 78 ટકા લોકોએ મફતની સેલેરીના ઓફરને ઠુકરાવી દીધી છે.
દોઢ વર્ષથી સ્વિત્ઝરલેન્ડમાં એક કેમ્પેઈન ચાલી રહી હતી અને માગ કરવામાં આવી રહી હતી કે સરકાર બધાને મિનિમમ સેલેરી આપે અને એ પણ કોઈ કામ કર્યા વગર પરંતુ જ્યારે જનમત કરવામાં આવ્યો ત્યારે ફકત 22 ટકા લોકોએ તેને સમર્થન આપ્યું છે.
આ પ્રકારની માગ માટે વોટીંગ કરાવવા વાળો સ્વિત્ઝરલેન્ડ પહેલો દેશ બન્યો છે.