રાજકોટમા છેલ્લા નવ મહીનાથી સીટી બસ સેવા બંધ છે ખાનહગી કંપની વીટકોસ દ્રારા કોંટ્ર્કટર અધુરો મુકવામા આવ્યો ત્યારથી સીટીબસ સેવા હજી રાજકોટમા શરુ થઇ નથી..સતાધીશો દ્રારા મોટી મોટી વાતો કરવામા આવે છે પણ બસ આજદીન સુધી ચાલુ થઇ નથી..બે વાર આરએમસી દ્રારા ટેન્ડરો બહાર પાડવામા આવ્યા પણ કોઇ કંપની હવે શહેરમા સીટી બસ સેવા ચાલુ કરવા માટે રીસ્ક ઉઠાવવા માગતી નથી..
રાજકોટ શહેરની વસ્તી પંદર લાખ કરતા વધારે છે સૌરાષ્ટ્રનુ સૌથી મોટુ શહેર છે રાજકોટ માટે એવુ કહેવાય છે કે શહેરની વસ્તી દીવસે ન વધે તેટલી રાતે વધે છે ..તમને જાણીને નવાઇ લાગશે કે રાજકોટમા માસ ટ્રાન્સપોટેશન માટે આજે કોઇ સુવીધાઓ નથી..રાજકોટ શહેરમા વીટકોસ કંપની દ્રારા સીટી બસો ચાલુ કરવામા આવી હતી પણ છ મહીનામા બસો નુકશાન કરતા વીટકોસ કંપની દ્રારા સીટીબસ સેવા બંધ કરી દેવામા આવી હતી..લાંબા સમયનો કોંન્ટ્રકટ હોવા છતા વીટકોસ કંપની દ્રારા સીટી બસો રાતોરાત બંધ કરી દેવામા આવી હતી..મહાનગરપાલિકા દ્રારા અનેક નોટીસો આપવામા આવી આમ છતા સીટી બસના સંચાલકો દ્રારા આજે પણ બસ સેવા ચાલુ થઇ નથી..આ માટે મહાનગપાલિકા દ્રારા બે ટેન્કરો બહાર પાડવામા આવ્યા પણ કોઇ કંપનીએ આ ટેન્કરો ભર્યા જ નહી..અમુક કંપનીઓના ભાવો ઉચા લાગ્યા તો અમુક કંપનીઓ રાજકોટમા રીસ્ક લેવા માગતી નથી..
રાજકોટઆમ એક સમયે એસ.ટી દ્રારા ખુબ સારી રીતે સીટીબસો ચલાવવામા આવતી હતી..બાદમા અનેક કંપનીઓ દ્રારા સીટી બસો શરુ કરવામા આવી અને બાદમા કોઇને કોઇ કારણોસર સીટી બસ સેવા છ મહીનામા બંધ કરી દેવામા આવી..રાજકોટ મહાનગપાલિકા ના સતાધીશો જો ઇરછે તો મહાનગરપાલિકા પોતાના ખચૅ નાની બસો ખરીદીને બસ સેવા શહેરમા ચાલુ કરી શકે તેમ છે જો કે રાજકોટમા હવે ત્રીજી સીટીબસ સેવા માટેના ટેન્ડરો બહાર પાડવામા આવશે..હજી છ મહીના સુધી શહેરમા સીટી બસ સેવા ચાલુ થાય તેવા કોઇ અણસાર દેખાતા નથી..
રાજકોટ મહાનગપાલિકાના વિરોધ પક્ષના નેતા દ્રારા એવો આક્ષેપ કરવામા આવયો હતો કે રાજકોટ મહાનગરપાલિકાના પધાધીકારીઓની અણઆવડતને લીધે શહેરમા સીટી બસ સેવા હજી સુધી ચાલુ થઇ શકી નથી.મહાનગરપાલિકાએ પોતાના ખચૅ પ્રજાને સીટી બસ સેવા પુરી પાડવી જોઇએ..
રાજકોટમા સીટી બસ સેવા ચાલતી નથી તેના અનેક કારણો છે..રાજકોટના રીક્ષા ચાલકોની દાદાગીરીને લીધે પણ કંપનીઓ દ્રારા બસ સેવા શરુ કરવામા આવતી નથી..રીક્ષા ચાલકો સીટીબસોના ડ્રાઇવરો સાથે વારંવાર જગડાઓ કરે છે મારામારી કરે છે આવા અનેક કારણોને લીધે શહેરમા સીટી બસ સેવા શશુ થઇ શકિત નથી..રાજકોટમા આજે માસ ટ્રાન્સપોટેશનના નામે મીંડુ છે જેના લીધે શહેરમા ટ્રાફીકની સમસ્યાઓ માથાના દુખાવા સમાન બની ગઇ છે..