IPL: આઇપીએલ સિઝન 10ના પ્લેઓફનો પ્રથમ ક્વોલિફાયર મુકાબલો મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ અને રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ વચ્ચે રમાયો હતો. પ્રથમ બેટિંગ કરતા પુણે સુપર જાયન્ટની ટીમે મુંબઇ ઇન્ડિયન્સને જીતવા માટે 163 રનનો લક્ષાંક આપ્યો હતો.
જેના જવાબમાં 163 રનના લક્ષ્યનો પીછો કરતા મુંબઇ ઇંન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 142 રન જ બનાવી શકી હતી. મુંબઇ આ મેચ 20થી હારી ગઇ. આ જીત સાથે જ પુણેની ટીમ પહેલીવાર આઇપીએલના ફાઇનલમાં પહોંચી છે. ત્યારે મુંબઇની ટીમને ફાઇનલમાં પહોંચવા માટે હજી એક મોકો મળશે. જ્યારે તે ક્વોલિફાયર 2 મેચમાં એલિમિનેટર વિનર ટીમથી મેચ રમશે.