IPL-10: ફાઇનલમાં પહોંચવા મુંબઇ અને પુણે વચ્ચે મુકાબલો જાણો સંભવિત ટીમ વિશે...
Team VTV04:25 PM, 16 May 17
| Updated: 04:43 PM, 30 Mar 19
મુંબઇ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 10ના પ્રથમ ક્વોલિફાયરમાં મુંબઇ ઇન્ડિયન્સ અને રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ આજ વાનખેડે સ્ટેડિયમમાં આમને-સામને હશે. આ મેચ જીતનાર ટીમ સીધી ફાઇનલ પહોંચી જશે જ્યારે હારનાર ટીમને ફાઇનલ પહોંચવા માટે હજુ એક મોકો આપવામાં આવશે. હારનાર ટીમ ક્વાલિફાયર-2 મુકાબલમાં ઇલિમિનેટર મેચ જીતનાર ટીમ સાથે ટકરાશે.
આ આઇપીએલમાં મુંબઇની બેટિંગ બહુજ મજબૂત રહી છે. વેસ્ટઇન્ડીઝના લેંડલ સિમંસ કેરન પોલાર્ડ પાર્થિવ પટેલ નીતીશ રાણા અને કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું છે કે તેઓ કોઇપણ બોલરને ધોઇ કાઢવાની હિમ્મત રાખીએ છીએ.