Team VTV12:14 AM, 14 May 17
| Updated: 04:43 PM, 30 Mar 19
કાનપુર:સનરાઇઝર્સ હૈદરાબાદે ગુજરાત લાયન્સને 8 વિકેટથી હરાવી પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. હૈદરાબાદે 11 બોલ શેષ રહેતા 158/2 રન બનાવી જીત મેળવી લીધી છે. કેપ્ટન વૉર્નર (અણનમ 69 રન) અને વિજય શંકર (અણનમ 63 રન) આમ બન્નેએ 133 રનની ભાગીદારી કરી ટીમને જીત અપાવી. જેની સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર આવી ગઇ છે. આખરે 14 મેચોમાં તેમણે 17 પોઇન્ટ દાખલ કર્યા છે. પ્રવિણ કુમારે બે ઝટકા આપી હૈદરાબાદ ઉપર દબાવ બનાવવાની કોશિશ કરી હતી. તેમણે ત્રીજા ઓવરમાં ધવન (18 રન)ને જેમ્સ કૉકનરના હાથે કેચ કરાવ્યો જ્યારે એમ. હેનરિક્સ (4 રન)ને વિકેટ પછી કેચ કરાવ્યો 25 રન પર બે વિકેટ ગુમાવ્યા બાદ વૉર્નર અને વિજય શંકરે કારભાર સંભાળ્યો અને ટીમને પ્લેઓફ સુધી પહોંચાડી. જેની સાથે જ ડેવિડ વૉર્નર (604 રન) આઇપીએલમાં 600 રન પુરી કરનારા પ્રથમ પ્લેયર બન્યા હતા.