Team VTV12:19 AM, 11 May 17
| Updated: 04:43 PM, 30 Mar 19
કાનપુર: આઇપીએલ 10ની 50મી મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ગુજરાત લાયન્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાયો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત લાયંસે દિલ્હી ડેરડેવિલ્સની સામે 196 રનનો લક્ષાંક રાખ્યો હતો.
તેના જવાબમાં 196 રનનો પીછો કરતા દિલ્હીની ટીમે 19.4 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 197 રન બનાવી લીધા અને મેચ 2 વિકેટથી જીતી લીધી. દિલ્હી તરફથી શ્રેયસ અય્યરે સૌથી વધારે 96 રન ફટકાર્યા હતા. જ્યારે કરૂણ નાયરે 30 રન બનાવ્યા હતા. પોતાની શાનદાર સ્ટ્રાઇકના કારણે દિલ્હી ડેરડેવિલ્સને જીતના દ્વાર સુધી પહોંચાડનારા શ્રેયસ અય્યરને મેન ઓફ ધ મેચ બનાવાયા.