આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો
Team VTV10:34 AM, 08 May 17
| Updated: 04:43 PM, 30 Mar 19
આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી ડેરડેવિલ્સ સામેના ભવ્ય વિજયની સાથે આઇપીએલ-10ના પ્લે ઓફમાં કવોલિફાય કરી લીધું હતુ. હવે આજે તેઓનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે. મુંબઈ પોઈન્ટ ટેબલમાં હવે ટોચનું સ્થાન જાળવી રાખવા પ્રયાસ કરશે. જ્યારે હૈદરાબાદની નજર પ્લેઓફમાં કવોલિફાય થવા તરફ રહેશે. રાત્રે 8.00 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.
હૈદરાબાદની ટીમ 12 મેચમાં છ જીતની સાથે 13 પોઈન્ટ મેળવી ચૂકી છે. હવે તેમની માત્ર બે જ મેચો બાકી છે અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમે પ્લે ઓફમાં પ્રવેશવા માટે આખરી બંને મેચો જીતવી જ પડે તેમ છે. સનરાઈઝર્સને તેની આખરી મેચમાં પૂણે સામે આંચકાજનક હારનો સામનો કરવો પડયો હતો.