દિલ્હીના બેટ્સમેને કર્યા નિરાશ માત્ર 66 રનમાં આઉટ ટીમ મુંબઇ 146 રનથી જીત્યુ
Team VTV12:54 AM, 07 May 17
| Updated: 04:43 PM, 30 Mar 19
નવી દિલ્હી: આઇપીએલ 10 અંતર્ગત દિલ્હી ડેરડેવિલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે શનિવારની મેચ રોમાંચક હોવાની આશા જણાવાય રહી હતી. આ ઉમ્મીદો પાછળ ઘણા કારણ પણ હતા. યુવા બોલરની દિલ્હીની ટીમે છેલ્લા બે મેચમાં જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતું. પરંતુ ફિરોજશાહ કોટલા મેદાનમાં ઉપસ્થિત દર્શકોની આ ઉમ્મીદ પુરી થઇ શકી નહોતી.
દિલ્હીના બેટ્સમેને બહુ જ શરમજનક રીતે મુંબઇ ઇન્ડિયન્સના બોલરોની સામે ગોઠણ ટેકવી દીધા હતા. મુંબઇના 212 રનના સ્કોરનો પીછો કરતા દિલ્હીની ટીમ 13.4 ઓવરમાં માત્ર 66 રન બનાવી આઉટ થઇ ગઇ હતી. મેચમાં ઝહિરખાનની ટીમને 146 રનની કરારી હાર મળી. મુંબઇના ખેલાડી 43 બોલમાં 66 રન કરનારા સિમંસ મેન ઓફ ધ મેચ બન્યા હતા.