આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પૂણે સુપરજાયન્ટ્સ વચ્ચે મુકાબલો
Team VTV10:17 AM, 03 May 17
| Updated: 04:43 PM, 30 Mar 19
બે વખત ચેમ્પિયન રહી ચુકેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો મુકાબલો આજે પૂણે સુપરજાયન્ટ્સ સામે થશે. આઇપીએલમાં શાનદાર ફોર્મ સાથે આગળ વધી રહેલા કોલકાતાને તેની આખરી મેચમાં હૈદરાબાદ સામે આંચકાજનક હારનો સામનો કરવો પડયો હતો. જ્યારે નબળી શરૃઆત બાદ પૂણે સુપરજાયન્ટ્સે આઇપીએલમાં ખરા સમયે ફોર્મ મેળવી લીધું છે.
હવે આજે રાત્રે 8.00 વાગ્યાથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે મુકાબલો શરૃ થશે. કોલકાતા નાઈટ રાઈડર્સે આઇપીએલની દસમી સિઝનમાં દસમાંથી સાત મેચ જીતી છે જ્યારે તેમને બે માં હારનો સામનો કરવો પડયો છે. કોલકાતા હવે જીતીને નોકઆઉટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે પ્રયાસ કરશે. તેઓને આ માટે 16 પોઈન્ટ સુધી પહોંચવું જરુરી છે.