અઝલાન શાહ હોકી ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 1-3થી પરાજય આજે બપોરે જાપાન સામે ટક્ક
Team VTV10:13 AM, 03 May 17
| Updated: 04:43 PM, 30 Mar 19
અઝલાન શાહ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 1-3થી પરાજય થયો. ભારતીય પુરુષ હોકી ટીમને મલેશિયામાં ચાલી રહેલી સુલતાન અઝલાન શાહ કપ હોકી ટુર્નામેન્ટમાં સૌપ્રથમ પરાજયનો સામનો કરવો પડયો હતો. ઓસ્ટ્રેલિયાની હાઈપ્રોફાઈલ ટીમ સામેના ખરાખરીના મુકાબલામાં ભારત 1-3થી હાર્યું હતુ.
ઓસ્ટ્રેલિયા સામેના મુકાબલાની શરૃઆતમાંજ ભારતીય ગોલકિપર અને કેપ્ટન પી.આર.શ્રીજેશની સાથે ઓસ્ટ્રેલિયાનો ખેલાડી ટકરાયો હતો અને શ્રીજેશ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. જે પછી ઓસ્ટ્રેલિયાએ ભારતના બીજી હરોળના ગોલકિપરનો ફાયદો ઉઠાવતા બે ગોલથી જીત મેળવી હતી.હવે આજે ભારતીય ટીમનો મુકાબલો જાપાન સામે થશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 1 વાગ્યાથી શરુ થશે.