અમેરિકાએ ભારતની ટોચની આઈટી કંપનીઓ સામે વિઝા નિયમોના ભંગના આરોપ મૂકયા છે. અમેરિકાએ જણાવ્યું હતું કે ટીસીએસ અને ઈન્ફોસિસ દ્વારા H1B વિઝાના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. આ બંને કંપનીઓ દ્વારા ખોટી રીતે જરૂર કરતાં વધારે H1B વિઝા મેળવે છે.
ટ્રમ્પ તંત્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે આઉટસોર્સિંગ કરનારી કેટલીક કંપનીઓ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં અરજીઓ કરવામાં આવે છે. તેમની અરજીઓ વધારે હોવાથી લોટરી સિસ્ટમમાં પણ તેમના ઉમેદવારોને વિઝા મળવાની શકયતાઓ વધી જાય છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય કંપનીઓ દ્વારા આ મુદ્દે કોઈ ખુલાસા કરવામાં આવ્યા નથી. બીજી તરફ ભારતીય નાણામંત્રી અરુણ જેટલીએ અમેરિકાના કોર્મસ સેક્રેટરી વિલ્બુર રોસ સાથે મુલાકાત દરમિયાન વિઝા મુદ્દો ઉછાળ્યો હતો. તેમણે ભારતીય આઈટી કંપનીઓની તરફેણ કરતાં પોતાની દલીલો મજબૂત રીતે રજૂ કરી હતી.