આજે ઇન ફોર્મ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્લી ડેરડેવિલ્સ વચ્ચે ટક્કર
Team VTV10:54 AM, 22 Apr 17
| Updated: 04:43 PM, 30 Mar 19
રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ સતત પાંચ મેચ જીતી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સની ઈન ફોર્મ ટીમ આજે છઠ્ઠા વિજયની તલાશમાં દિલ્લી ડેરડેવિલ્સનો સામનો કરશે. જ્યારે ઝહીરની આગેવાની હેઠળની દિલ્હી ડેરડેવિલ્સની ટીમને સિઝનની માત્ર ત્રીજી જીતની તલાશ છે. દિલ્હી તેના છેલ્લા બે મુકાબલા હારી ચૂકયું છે.
જોકે ઝહીરની કેપ્ટન્સી હેઠળની દિલ્હીની ટીમે મુંબઈની વિજયકૂચને તેના હોમગ્રાઉન્ડ પર અટકાવવા તરફ મીટ માંડી છે. વાનખેડે સ્ટેડિયમમાં આજે રાત્રે 8.00 વાગ્યાથી મેચ શરુ થશે. તો આઇપીએલની દસમી સિઝનમાં હાર સાથે શરૃઆત કરનારી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ત્યાર બાદની સતત પાંચ મેચ જીતીને ચેમ્પિયન બનવા માટે દાવેદારી નોંધાવી દીધી છે.