Team VTV09:46 AM, 20 Apr 17
| Updated: 04:43 PM, 30 Mar 19
રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આજે કિંગ્સ ઈલેવન પંજાબ સામે રમવા ઉતરશે ત્યારે તેમની નજર આઇપીએલ-10માં સળંગ પાંચમી જીત મેળવવા તરફ રહેશે.
અનુભવી અને યુવા ખેલાડીઓનું ગજબનાક કોમ્બીનેશન ધરાવતી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે તેની છેલ્લી મેચમાં ગુજરાત લાયન્સને પરાજય આપ્યો હતો.
જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ હારના સિલસિલાને અટકાવવાની કોશીશ કરશે. મેકસવેલની ટીમ છેલ્લી ત્રણ મેચ હારી ચૂકી છે. ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં આજે રાત્રે 8.00 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.
આજે કિંગ્સ ઈલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટી-2૦
રોહિત શર્માની ટીમને સળંગ પાંચમો વિજય મેળવવાની આશા
ડેવિડ વોર્નરના નેતૃત્વપદ હેઠળ સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ-10ની લીગ મેચમાં દિલ્હી ડેરડેવિલ્સને 15-રનથી પરાજય આપ્યો છે. ગયા વર્ષના ચેમ્પિયન્સ હૈદરાબાદે તેની 20 ઓવરમાં 4 વિકેટે 191 રન કર્યા હતા. તેના જવાબમાં દિલ્હીની ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટે 176 રન કરી શકી હતી. હૈદરાબાદનો કેન વિલિયમ્સન 51 બોલમાં 89 રન ફટકારીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતી ગયો છે. એણે પોતાના દાવમાં પાંચ સિકસર અને 6 બાઉન્ડરી ફટકરી હતી.. હૈદરાબાદની ચારેય વિકેટ દિલ્હીના ક્રિસ મોરીસે ઝડપી હતી.