આઈપીએલની દસમી સિઝનમાં શાનદાર શરૃઆત બાદ છેલ્લી બે મેચ હારી ચૂકેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ઘરઆંગણાના મેદાન પર આજે કિંગ્સ ઈલેવન પંજાબનો સામનો કરવા ઉતરશે. વોર્નરની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને આઈપીએલમાં નવી શરૃઆતની કરવાની આશા છે. જ્યારે મેકસવેલની ટીમને સતત બે જીત બાદ બે હારનો આંચકો મળી ચૂકયો છે. હવે તેઓ પણ જીતવા માટે ઝઝૂમશે. રાત્રે 8.00 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.
ઉલ્લેખનીય છે કે IPL-10ની સીઝનના 16માં મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સે ગુજરાત લાયન્સને 6 વિકેટે હરાવ્યું. 177 રનના પડકારનો પીછો કરતા મુંબઇ ઇન્ડિયન્સે મેચને જીતી લીધી હતી. મુંબઇ ઇન્ડિયન્સ તરફથી નીતિશ રાણાએ 53 રન તેમજ પોલાર્ડે 39 રનની ઇનિંગ રમી. ગુજરાત લાયન્સ તરફથી બ્રેન્ડન મેક્કુલમે સૌથી વધુ 64 રનની ઇનિંગ રમી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લી સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સે ગુજરાત લાયન્સ સામેની બંન્ને મેચ હારી હતી. પ્રથમ ત્રણ મેચમાં નિષ્ફળ રહેનારા કિરોન પોલાર્ડે 70 રન ફટકારી મુંબઇને વિજય અપાવ્યો હતો. પરંતુ મુંબઇના કેપ્ટન રોહિત શર્માનું ખરાબ ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે.