આર્થિક મામલાના સચિવ શક્તિકાંત દાસે કહ્યું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જલ્દી જ વિકલી કેશ વિડ્રોઅલ લિમિટ ખતમ કરવાનો નિર્ણય લઇ શકે છે. તેમણે કહ્યું છે કે બહુ ઓછા લોકો એક અઠવાડિયામાં 24 હજાર કે પછી મહિનામાં 96 હજાર રૂપિયા સેવિંગ અકાઉન્ટમાંથી નીકાળે છે. જેને ધ્યાનમાં રાખીને RBI જલ્દી જ વિકલી વિડ્રોઅલ લિમિટ હટાવવાનો નિર્ણય લઇ શકે છે.
RBIએ 1 ફેબ્રુઆરીથી ATMમાંથી કેશ વિડ્રોઅલની લિમિટમાં ઢીલ આપી હતી. હવે એકવારમાં 24 હજાર રૂપિયા નીકાળી શકે છે. પરંતુ બીજી વાર રૂપિયા કાઢવા માટે એક અઠવાડિયાની રાહ જોવી પડશે.